મોરબી મહાનગરપાલિકા દ્વારા મળતી ૧૦% રિબેટની છૂટછાટ છતાં વર્ષ ૨૦૨૪-૨૫ના બાકી મિલકતવેરાની ભરપાઈ ન કરનાર ૧૨૬૬ મિલકતધારકો સામે તા.૧ એપ્રિલ થી ૨૫ એપ્રિલ દરમિયાન વોરંટ બજવણી કરાઈ છે. તેમજ સીલ કરેલી મિલકતો ટૂંક સમયમાં હરાજી દ્વારા વસૂલાશે. વર્ષ ૨૦૨૫-૨૬માં પણ વેરા ભરપાઈ ન કરનાર સામે ટાંચ-જપ્તીની કાર્યવાહી થવાની છે. આ સાથે મનપા દ્વારા જનતાને વેરો ભરવાની અપીલ કરાઈ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા અંગે જનતા માટે ૧૦% રિબેટ આપવામાં આવી રહી છે, છતાં મોટી સંખ્યામાં મિલકતધારકોએ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે વેરા ભર્યો નથી. આથી મહાનગરપાલિકા ટેકસ શાખાએ કડક વલણ અપનાવતા તા. ૦૧ એપ્રિલ ૨૦૨૫ થી ૨૫ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન કુલ ૧૨૬૬ મિલકતધારકો વિરુદ્ધ વોરંટ બજવણીની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય જે મિલકતો સીલ કરવામાં આવી છે, તે મિલકત ટૂંક સમયમાં હરાજી દ્વારા વેચી દેવામાં આવશે અને બાકી રકમ વસૂલ કરવામાં આવશે. આ સાથે આવક વિભાગે ચેતવણી આપી છે કે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પણ જે મિલકતધારકો ગયા વર્ષની બાકી રકમ નહીં ભરે, તેમની મિલકત ટાંચમાં લઇ, જપ્ત કરવામાં આવશે. આ કાર્યવાહી એપ્રિલથી જૂન ૨૦૨૫ વચ્ચે તબક્કાવાર રીતે અમલમાં મુકાશે.
મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક પોતાની બાકી રકમ ભરપાઈ કરે. વેરો ભરવા માટે www.enagar.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે. ઉપરાંત, શહેરમાં આવેલા સિવિક સેન્ટર રેલવે સ્ટેશન પાસે પહેલા માળે તેમજ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં પણ વેરો ભરી શકો છો. છે.