સખી મંડળ દ્વારા જૂના કપડાંમાંથી વિનામૂલ્યે ૨૨૨ થેલીઓનું વિતરણ, દર ગુરુવાર અને શુક્રવારે થશે કાર્યક્રમ.
મોરબી મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન (અર્બન) અને ડે.એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત “માય થેલી” ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર સખી મંડળની બહેનો દ્વારા જૂના કપડાંમાંથી થેલીઓ બનાવીને લોકોને વિતરણ કરવામાં આવી રહી છે. આગાઉ આ કાર્યક્રમની શરૂઆત તા. ૩ અને ૪ જુલાઈના રોજ થઈ હતી અને હવે આ કાર્યક્રમ દર ગુરુવાર અને શુક્રવારે ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે.
મોરબી શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મોરબી મહાનગર પાલિકા દ્વારા એક અનોખુ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન (અર્બન) અને ડે.એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત “માય થેલી” નામનું ઇવેન્ટ ૩અને ૪જુલાઈના રોજ યોજાયું હતું.
આ ઇવેન્ટમાં શહેરના ચાર સ્થળોએ કેસરબાગ, દીપ્તિ હેલ્થ સેન્ટર વીસીપરા, આશ્રયગૃહ રેલવે સ્ટેશન રોડ તથા ક્લસ્ટર ઓફીસ શનાળા ખાતે સખી મંડળની બહેનો દ્વારા જૂના કપડાંમાંથી વિનામૂલ્યે થેલીઓ તૈયાર કરવામાં આવી હતી. બે દિવસના કાર્યક્રમમાં કુલ ૨૨૨ થેલીઓ લોકોમાં વિતરણ કરવામાં આવી હતી. આ ઇવેન્ટ હવે દર ગુરુવાર અને શુક્રવાર ઓક્ટોબર ૨૦૨૫ સુધી નિયમિત રીતે યોજાશે. “માય થેલી” અભિયાનનો મુખ્ય હેતુ છે.