Friday, February 7, 2025
HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું

મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે મચ્છુ ડેમ-૨ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોટ ડ્રીલમાં પાણીમાં ડૂબતી વ્યક્તિ અથવા આકસ્મિક સંજોગોમાં ફસાયેલ વ્યક્તિને બોટ અને રોબોટ એમ બંન્ને દ્વારા રેસ્ક્યુ કરવાની ડ્રીલનું લાઈવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ પ્રકારની ડ્રીલ કરવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પુરની પરિસ્થિતિ, ભારે વરસાદ તથા અન્ય પ્રકારની પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિને કોઈ ઈજા અને જાન-હાનિ થયા વિના બચાવ કામગીરી થાય, તેની તકેદારીના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, મચ્છુ ડેમ-૨ સ્ટાફ, સિંચાઈ વિભાગ સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઈમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ સ્ટાફ, GISF સ્ટાફ સહિતના કર્મયોગીઓ હાજર રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!