મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૯ મે, ૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ કલાકે “શ્રમદાન ફોર મોરબી” અભિયાન અંતર્ગત ઉમિયા સર્કલથી મોરબી બાયપાસ સુધી વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ નાગરિકો તથા વિવિધ સંસ્થાઓને આ ઝુંબેશમાં જોડાવાનો અનુરોધ કર્યો છે.
મોરબી શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા “શ્રમદાન ફોર મોરબી” અભિયાનની સુવ્યવસ્થિત શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત તા. ૨૯ મે, ૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ કલાકે ઉમિયા સર્કલથી મોરબી બાયપાસ સુધી વિશાળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશમાં માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ નાગરિકો, સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો તથા બિનસહકારી સંસ્થાઓનો સહકાર પણ આવશ્યક છે. મહાનગરપાલિકાએ શહેરીજનોને આ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કર્યો છે.