મોરબીના કેસર બાગ ખાતે મોરબી મહાનગર પાલિકા દ્વારા વાંચવું એટલે જગત જીવતું કાર્યક્રમ યોજવામાં આવશે. જે કાર્યક્રમ તા. ૨૩ એપ્રિલ નેં સાંજે ૫ થી ૭ યોજાશે જેમાં જય વસાવડા ઉપસ્થિત રહી વિદ્યાથીઓને માર્ગદર્શન આપશે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા વિશ્વ પુસ્તક દિવસ નિમિતે યુવાઓમાં વાંચન અને લાયબ્રેરી પ્રત્યે ફરીથી રસ જગાડવા માટે મોરબીમાં વાંચવું એટલે જગત જુતવું કાર્યક્રમનુ તા. ૨૩ એપ્રિલના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી કેસર બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં જય વસાવડા ઉપસ્થિત રહેશે અને જ્ઞાન અને પ્રેરણા નો એક અનોખો સંગમ સર્જાશે.જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગર પાલિકા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.