૨૧ જૂનના રોજ કેસરબાગ ગાર્ડનમાં યોજાશે રેપિડ ચેસ ટૂર્નામેન્ટ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ચેસ પ્રેમીઓ માટે ખાસ “MMC Chess Tournament” નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા ૨૧ જૂનના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે કેસરબાગ ગાર્ડનમાં યોજાશે. રજીસ્ટ્રેશન માટે QR કોડથી પ્રવેશ ફરજિયાત છે અને છેલ્લી તારીખ ૧૯ જૂન છે.
મોરબીના ચેસ ખેલાડીઓ માટે ખુશખબર છે, મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત “MMC Chess Tournament”નું આયોજન તા. ૨૧ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે કેસરબાગ ગાર્ડન મોરબી ખાતે કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા ફાઇડ રેપીડ ચેસના નિયમો હેઠળ અને સ્વિસ ફોર્મેટમાં રમાવવામાં આવશે. સ્પર્ધા નૉકઆઉટ નહીં હોય અને કુલ ૬ રાઉન્ડ રહેશે, જેમાં દરેક મેચ માટે ૨૦ મિનિટની સમય મર્યાદા રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છનાર ખેલાડીઓએ ક્યુઆર કોડ દ્વારા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૯ જૂન રાખવામાં આવી છે.
“MMC Chess Tournament” માટેની મહત્વપૂર્ણ સૂચનાઓમાં દરેક ખેલાડીએ પોતાનું ચેસ સેટ લાવવું ફરજિયાત છે, ભાગ લેનાર ખેલાડીઓ માટે નાસ્તાની વ્યવસ્થા રહેશે, સ્પર્ધા બન્ને શ્રેણીઓમાંથી ટોચના ૩ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે તેમજ બધા ખેલાડીઓને ભાગીદારી પ્રમાણપત્રો પણ આપવામાં આવશે. આ સિવાય વધુ માહિતી માટે મહાનગરપાલિકાના રમતગમત વિભાગ મોબાઇલ નંબર 74058 21815 ઉઓર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.