મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તજજ્ઞો દ્વારા UPSC, GPSC માં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા UPSC અને GPSCમાં કારર્કીદી બનાવવા માંગતા ઉમેદવારો માટે માર્ગદર્શન તથા જનરલ રીડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તજજ્ઞો દ્વારા ઉમેદવારોને પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. અને આવશ્યક સલાહ સૂચનો આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન આગામી ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા દરમિયાન કેસરબાગ, મોરબી-ર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અતિથી વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના IAS કમિશનર સ્વપ્નિલ ખરે તથા મોરબી IFS D.C.F. ચીરાગ અમીન ઉપસ્થિત રહેશે.