મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ કેસરબાગ ખાતે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ત્રણ શ્રેષ્ઠ નિબંધ લેખકોને પુરસ્કાર આપવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા શહેરના નાગરિકોમાં રાષ્ટ્રનિર્માણ, વિકાસ અને આધુનિક શહેરી વ્યવસ્થા પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરી રહી છે. આ સ્પર્ધા ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ને સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી કેસરબાગ મોરબી ખાતે યોજાશે. સ્પર્ધામાં બે મહત્વપૂર્ણ વિષયો નક્કી કરવામાં આવ્યા છે જેમાં “વિકસિત ભારત @૨૦૪૭” અને “અર્બન ડેવલપમેન્ટ ૨૦૨૫” આ વિષયો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોમાંથી ત્રણ શ્રેષ્ઠ નિબંધ લેખકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યા અનુસાર, સ્પર્ધામાં ભાગ લેનારે રજીસ્ટ્રેશન માટે ક્યુઆર કોડ સ્કેન કરી વિગતો ભરી સબમિટ કરવાની રહેશે, તેમજ વધુ માહિતી માટે ફોન નંબર: ૯૫૮૬૩ ૩૮૩૮૯ ઉપર સંપર્ક કરવા વિનંતી કરી છે.