ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે ૧ મે ના રોજ મોરબી મહાનગર પાલિકા દ્વારા મોરબીની અસ્મિતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના કેસરબાગ ખાતે સાંજે ૬ વાગ્યે કાર્યક્રમ યોજાશે. જેમાં રાસ ગરબા, સોલો ડાન્સ, ગાયન, વાદન અને એક પાત્રિય અભિનય યોજવામાં આવશે. જેમાં ભાગ લેનાર તા. ૩૦/૦૪/૨૦૨૫ ના બપોરના ૧૨ વાગ્યા પહેલાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે તેમ મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનારને પ્રમાણપત્ર અને વિજેતાને આર્થિક પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યુવાઓમાં ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવ વધારવા ઉદ્દેશથી મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીની અસ્મિતા કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં રાસ ગરબા, સોલો ડાન્સ, ગાયન, વાદન અને એકપાત્રિય અભિનયની રંગીન ઝલક દેખાડવામાં આવશે. જે કાર્યક્રમ ૧ મે ના રોજ મોરબીના કેસરબાગ ખાતે સાંજે ૬:૦૦ વાગ્યાથી યોજવામાં આવશે. જેમાં ભાગ લેવા માગતા હોય તેમણે તા. ૩૦/૦૪/૨૦૨૫, બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે. જેમાં ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ પ્રથમ આવનાર ને રૂ. ૨૦૦૦ અને દ્વિતીય આવનાર વિજેતાને રૂ. ૧૦૦૦ અને તૃતીય આવનારને રૂ. ૫૦૦ નું ઈનામ આપવામાં આવશે.