યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ બેંક લિંકેજની સવલત
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા ડે. એન.યુ.એલ.એમ. યોજના હેઠળ ૬ સખી મંડળોને કુલ રૂપિયા ૨૪.૫ લાખની લોન સહાય અપાઈ છે. જેમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત બેંક લિન્કેજની સવલત આપવામાં આવી છે. આ યોજના દ્વારા મહિલાઓને આજીવિકા માટે આર્થિક સહાય આપી સક્ષમ કરવા પ્રયાસ હાથ ધરાયો છે.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ સખી મંડળોને બેંક મારફત લોન સહાય કરવામાં આવી છે. ડે. એન.યુ.એલ.એમ. યોજના હેઠળ ૬ સખી મંડળોને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત બેંક લિન્કેજ કરવામાં આવેલ જેમાં અરીસફા સખી મંડળ અને તાહિરા સખી મંડળને રૂ.૪ લાખ, રૂહી સખી મંડળ, સવગુણ સખી મંડળને અને સોહા સખી મંડળને રૂ.પ લાખ તથા શમશીર સખી મંડળને રૂ. ૧.૫૦ લાખ એમ કુલ ૬ સખી મંડળોને ૨૪.૫ લાખની આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત ડે. એન.યુ.એલ.એમ. યોજના થકી લોન સહાય મળી છે, જેના દ્વારા સખી મંડળના બહેનોની આર્થિક સ્થિતિ અને તેઓની આજીવિકામાં સુધાર થયો છે સખી મંડળની બહેનોએ આ પ્રકારની લોન સહાયથી સંતોષ વ્યક્ત કર્યો હતો.