મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગર પાલિકાને લગતી કામગીરી માટે રેલવે સ્ટેશન રોડ પર નંદકુંવરબા ધર્મશાળા (રેન બસેરા) ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં મહાનગર પાલિકા અંતર્ગત કામગીરી કરવામાં આવશે તેમ ડેપ્યુટી કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે…
મોરબી મહાનગરપાલિકાને લગતી કામગીરી માટે રેલ્વે સ્ટેશન રોડ પર નંદકુવરબા ધર્મશાળા(રેન બસેરા) ખાતે સીટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મિલ્કત વેરો, વ્યાવસાયિક કર, વાહન કર, મકાનના નકશાની મંજુરી, બિલ્ડીંગ પ્લાનની મંજુરી, ડુપ્લિકેટ જન્મ-મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી, આરોગ્ય અંગેના લાઈસન્સ, લારી ફેરિયા અંગેના લાઈસન્સ, માહિતીનો અધિકાર(RTI) સ્વીકૃતિ, હોલ બુકિંગ, કર વિભાગની અરજીની સ્વીકૃતિ, ફાયર(NOC) એપ્લીકેશન તથા અન્ય કોઈ સેવા માટે મહાનગર પાલિકાને લાગતી કામગીરી કરવામાં આવશે. જેનો જાહેર જનતાએ સુવીધાઓનો લાભ ત્યા મળી રહે છે તેમ ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.