નવનિર્માણ થયા બાદ મોરબીવાસીઓ લાઇબ્રેરી સેવાનો મહત્તમ લાભ મેળવે તેમ મનપા તંત્રએ અનુરોધ કર્યો
મોરબી મહાનગરપાલિકા દ્વારા શાકમાર્કેટ અને કેસરબાગ ખાતે લાઈબ્રેરીનું સંચાલન કરવામાં આવે છે. જેમાં મોરબી-૨ માં આવેલ કેસરબાગ લાઈબ્રેરીમાં અત્યારે રેનોવેશનની કામગીરી ચાલી રહી છે. લાઈબ્રેરીની બહારની સાઈડ અને અંદરની સાઈડ પ્લાસ્ટર તેમજ લાઈબ્રેરીની અંદરની ડબલ ચાર્જ ટાઈલ્સ, ધાબા પર ચાઈના મોઝેકનું કામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં બંને લાઇબ્રેરીનો સમય સવારના ૦૮:૦૦ કલાકથી બપોરના ૧૨:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ સાંજના ૦૪:૦૦ કલાકથી ૦૭:૦૦ સુધીનો રહેશે. તેમજ લાઇબ્રેરીનું વાર્ષિક લવાજમ રૂ.૧૦૦ જેટલું રહેશે.
આ ઉપરાંત હાલમાં કેસરબાગમાં અન્ય જનરલ રેનોવેશનનું કામ જેમ કે કબિંગનું પ્લાસ્ટર વર્ક, ખરાબ બાંકડાનું રીપેરીંગ કામ, ગેટ રેનોવેશન, પેવર બ્લોક રીપેરીંગનું કામ તેમજ કમ્પાઉન્ડ વોલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે.
મોરબી શહેરની જાહેર જનતા લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરે, મોરબી મહાનગરપાલિકાને લાઇબ્રેરી માટે મહત્તમ લવાજમ મળે જેથી લાઇબ્રેરીનો વધુ વિકાસ થાય, મોરબીની જનતા લાઇબ્રેરીના પુસ્તકનો વધુ ઉપયોગ કરે તેમ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ નગરજનોને અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનર, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.