મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૯/૦૧/૨૦૨૬ના રોજ ક્લસ્ટર નં. ૨ની વિઝીટ કરી સફાઇ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ વિવિધ મેઇન રોડ, GVP પોઈન્ટ તથા ડોર ટુ ડોર કચરા સંકલન કામગીરીનું નિરીક્ષણ કરાયું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા નાળા સફાઇ અને અઠવાડિક વિશેષ સફાઇ ઝુંબેશ અંતર્ગત શહેરના અનેક વિસ્તારોમાં વ્યાપક સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તા. ૧૯/૦૧/૨૦૨૬ના રોજ ક્લસ્ટર નં. ૨ની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ વિઝીટ દરમિયાન ક્લસ્ટર-૨માં કાર્યરત સફાઇ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત વિસીપરા મેઇન રોડ, રોહિદાસપરા મેઇન રોડ, વિજયનગર મેઇન રોડ તેમજ અમરેલી ગ્રામ પંચાયત પાસે આવેલા GVP પોઈન્ટની વિગતવાર વિઝીટ કરી સફાઇ વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું હતું. ડોર ટુ ડોર કચરા સંકલનની કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ સાથે મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા વણકરવાસ વોકળો, વાઘપરા તથા રાસનપરાની વાડી પાસે આવેલા નાળાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંદકી દૂર કરી નિકાસ વ્યવસ્થા સુધારવાના હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.
અઠવાડિક વિશેષ સફાઇ ઝુંબેશ અંતર્ગત મહેન્દ્રનગરથી બસ સ્ટેશન સુધી, શક્તિ સોસાયટીથી ત્રણ મંદિર સુધીનો મેઇન રોડ, બૌદ્ધ નગર મેઇન રોડ, રામઘાટ મેઇન રોડ, પુજારા મોબાઇલવાળી શેરી, ગાંધી ચોક, હિરાસરી રોડ, ભક્તિ નગર સર્કલ હાઇવે તેમજ કેનાલ રોડ પર વ્યાપક સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ કમિશ્નર (પ્રોજેક્ટ) મોરબી મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ યોજાયેલ આ સમગ્ર કામગીરીનો મુખ્ય ઉદ્દેશ શહેરને સ્વચ્છ, સ્વસ્થ બનાવવા સાથે નાગરિકોને સુવિધાજનક પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.









