મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની મુખ્ય ઐતિહાસિક ઇમારતોને આકર્ષક લાઇટિંગ શેડથી શણગારવાની તૈયારી કરવામાં આવી છે. ગ્રીન ટાવર અને મણિમંદિર જેવી ઇમારતો તિરંગા સહિત વિવિધ રંગીન રોશનીથી ઝળહળશે.
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતોને વિશેષ લાઇટિંગ ડેકોરેશનથી સુશોભિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ હેતુસર મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આગામી સમયમાં કામ શરૂ થશે. ગ્રીન ટાવરને દેશના તિરંગાની થીમ પર શણગારવામાં આવશે, જેમાં ત્રણેય રંગોની નયનરમ્ય રોશની જોવા મળશે. તેમજ રાજાશાહી સમયના મણિમંદિરમાં વિવિધ પ્રકારની લાઇટિંગ શેડ ગોઠવી ભવ્ય શણગાર કરવામાં આવશે. આ લાઇટિંગથી રાત્રિના સમયે ઇમારતોનો નજારો વધુ આકર્ષક બનશે અને શહેરની શાનમાં વધારો થશે. આ કામગીરીથી મોરબીવાસીઓને ફરવા-ફોટોગ્રાફી માટે નવા સુંદર સ્થળોની ભેટ મળશે.









