મોરબી મહાપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં ‘વન વિક વન રોડ’ અભિયાન અંતર્ગત દર અઠવાડિયે એક રોડ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજ રોજ મોરબીના વાવડી રોડ પર દબાણો દૂર કરાયા છે.
મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વાવડી રોડ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મહાપાલિકાએ દુકાનોના થડા, ઓટલા અને છાપરા સહિતના દબાણો દૂર કર્યા છે. મોરબી મનપા દ્વારા મોરબીના વાવડી રોડ પર રોડ સાઇડમાં કરેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ વિસ્તારોમાં દર બુધવારે મનપા દ્વારા ડિમોલિશન કરાય છે. જેને લઇ મોરબી મનપા કમિશનર દ્વારા અનેક જગ્યાએ રોડ સાઈડમાં કરેલ દબાણો લોકો સ્વેરછાએ દૂર કરે તેવી અપીલ કરાઈ છે.









