Tuesday, April 1, 2025
HomeGujaratઆકારી ગરમીથી ઘર વિહોણા લોકોને બચાવવા મોરબી મહાનગરપાલિકાનું પ્રસંશનીય કાર્ય:૧૫ લોકોને પરિવાર...

આકારી ગરમીથી ઘર વિહોણા લોકોને બચાવવા મોરબી મહાનગરપાલિકાનું પ્રસંશનીય કાર્ય:૧૫ લોકોને પરિવાર સાથે આશ્રયગૃહમાં ખસેડાયા

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે ડે-ડ્રાઈવ યોજવામાં આવી છે. મોરબી મહાનગર પાલિકાના શહેરીના ઘરવિહોણા લોકોને ગરમીથી બચાવવા માટે ઉત્તમ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે ડ્રાઇવ દરમિયાન ફૂટપાથ પર રહેતા કુલ ૧૫ લોકોને પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગર પાલિકા દ્વારા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધા આપવામાં આવે છે. જેનું સંચાલન શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તા.૨૭/૦૩/૨૦૨૫ ના રોજ બપોરના સમયે મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા બપોરના સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ કરી આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હિટવેવને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી દિવસ દરમ્યાન ડે-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહમાં તબદીલ કરવામાં આવેલા હતા. જે ડ્રાઈવ દ્વારા ૧૫ ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. ત્યારે આકરી ગરમીથી બચવા આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા કમિશ્નર મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!