મોરબી મહાનગરપાલિકા ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં લાઈટોનું સતત મોનીટરીંગ, સમયસર રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે “ઓપરેશન & મેન્ટેનન્સ” ટેન્ડર જાહેર કરાયું છે. ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન માટે અલગ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરાશે. આથી લાઈટોની સમસ્યાઓનો ઝડપી નિવારણ થશે અને મુખ્ય માર્ગો કાયમી ધોરણે પ્રકાશિત રહેશે.
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા સતત પ્રયત્નશીલ રહી શહેરના તમામ વિસ્તારોમાં લાઈટોની સુવિધા સુનિશ્ચિત કરે છે. શહેરની અંદર આવેલ તમામ સ્ટ્રીટલાઈટો તથા હાઈમાસ્ટ પોલનું રિપેરિંગ કરવું કે જરૂરી જણાય ત્યારે નવા પોલ મૂકીને લાઈટોને કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે છે. લાઈટોનું સમયસર મોનીટરીંગ થાય, જરૂરી સમયે ચાલુ-બંધ થાય અને લાઈટ સંબંધિત તમામ સમસ્યાઓનો ઝડપી નિવારણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ “ઓપરેશન & મેન્ટેનન્સ” ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ ટેન્ડરને બે ભાગોમાં વહેંચવામાં આવ્યુ છે, ઈસ્ટ ઝોન માટે અલગ એજન્સી અને વેસ્ટ ઝોન માટે અલગ એજન્સી. આ વ્યવસ્થા દ્વારા લાઈટોના તંત્રને વધુ અસરકારક રીતે સંચાલિત કરી શકાય તેવી માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ આ ટેન્ડર ઑનલાઇન ઉપલબ્ધ છે.
આ નવી વ્યવસ્થા અમલમાં આવતા મોરબી શહેરના તમામ વિસ્તારોમાં લાઈટોની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. મહાનગરપાલિકાની ટીમ સતત મોનીટરીંગ રાખી દરેક સમસ્યાનું ઝડપી નિવારણ કરશે. આગામી સમયમાં શહેરના તમામ વિસ્તારો અને મુખ્ય માર્ગો કાયમી ધોરણે પ્રકાશિત રહે, તથા નાગરિકોને લાઈટોની સુવિધા નિયમિત અને સમયસર મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકા ઇલેક્ટ્રિકલ શાખા સતત પ્રયાસશીલ રહેશે