Saturday, February 7, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાનું 29 દુકાનોમાં ચેકિંગ:રેસ્ટોરન્ટ,ડેરી અને ચોકલેટની શોમાંથી મળેલ 5...

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાનું 29 દુકાનોમાં ચેકિંગ:રેસ્ટોરન્ટ,ડેરી અને ચોકલેટની શોમાંથી મળેલ 5 લીટર અખાદ્ય કલરનો નાશ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મીઠાઈ-ફરસાણના ધંધાર્થીઓ, હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 29 દુકાનોમાં ચેકિંગ કરી 17 દુકાનદારો અને હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને નોટિસ ફટકારી 5 લીટર અખાદ્ય કલરનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ-ફરસાણના ધંધાર્થીઓ, હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન 29 મીઠાઈ-ફરસાણની દુકાનો અને હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે દરોડા પાડી લાયસન્સ, સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન નિયમોનું પાલન ન કરનાર 17 દુકાનદારો અને હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન ભક્તિનગર સર્કલ વિસ્તારમાં આવેલી વિરાટ પાંવભાજી એન્ડ ચાઈનીઝમાંથી 3 લીટર અખાદ્ય કલર, ધ ચોકલેટ રૂમ અને ભોલે બાબા ડેરી ફાર્મમાંથી 2 લીટર અખાદ્ય કલર મળીને કુલ 5 લીટર અનહાઇજેનિક કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ જણાવ્યું હતું કે, શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે લાયસન્સ ચેકિંગ અને સ્વચ્છતા નિરીક્ષણની કામગીરી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!