મોરબી મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર હરિયાળી વધારવા માટે વિશાળ પ્લાન્ટેશન અભિયાન હાથ ધરાયું છે. પંચાસર રોડ પર પ્લાન્ટેશન કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને અરૂણોદય રોડ પર પૂર્ણ થયું છે. હવે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી તથા નવલખી ફાટકથી પરશુરામ બ્રિજ વચ્ચેના ડિવાઈડર પર વૃક્ષારોપણ કરવામાં આવશે.
મોરબી શહેરને હરિયાળું બનાવવા મોરબી મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. આ અંતર્ગત ગાર્ડન શાખા દ્વારા શહેરની અંદર ગ્રીન સ્પેસનું પ્રમાણ વધારવા માટે વિશાળ સ્તરે પ્લાન્ટેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર પૂરતા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે જેથી વાહનચાલકોને રાત્રિના સમયે સામેથી આવતા વાહનોની લાઈટોથી બચાવ મળી રહે તેમજ વાહન ચલાવવામાં સુવિધા મળે. હાલમાં પંચાસર રોડ પર વૃક્ષારોપણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને અરૂણોદય રોડ પર કાર્ય પૂર્ણ થયું છે. આગામી દિવસોમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના માર્ગના ડિવાઈડર તથા નવલખી ફાટકથી પરશુરામ બ્રિજ સુધીના માર્ગના ડિવાઈડરમાં સુંદર પ્લાન્ટેશન કરવામાં આવશે.
આ અભિયાનથી શહેરની ગ્રીન સ્પેસમાં વધારો થશે અને મોરબી હરિયાળું અને સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવશે. મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ મોરબી શહેરને વધુ હરિયાળું બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરાશે