Saturday, January 10, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકાની ટેક્સ વસૂલાતમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૦.૮૩ કરોડની આવક

મોરબી મહાનગરપાલિકાની ટેક્સ વસૂલાતમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૦.૮૩ કરોડની આવક

મોરબી મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની યાદી મુજબ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન હાઉસ ટેક્સ સહિત વિવિધ પ્રકારના ટેક્સ કલેક્શનથી પાલિકાની તિજોરીમાં મોટી આવક થઈ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારો તેમજ પ્રોફેશનલ ટેક્સમાંથી કુલ મળીને રૂ.૨૦.૮૩ કરોડની આવક નોંધાઈ છે, જ્યારે બાકીદારો સામે વોરંટ અને સીલિંગની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટેક્સ કલેક્શનના માધ્યમથી પાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાઉસ ટેક્સ શાખા દ્વારા શહેરી વિસ્તારમાંથી રૂ. ૨૦,૮૩,૦૮,૭૬૯/-ની આવક ટેક્સ કલેક્શન થકી પ્રાપ્ત થઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી રૂ. ૧,૯૯,૬૧,૩૯૯/-ની આવક નોંધાઈ છે. આ ઉપરાંત પ્રોફેશનલ ટેક્સના EC હેઠળ રૂ.૫૬,૦૦,૬૯૦/- તથા RC હેઠળ રૂ.૧,૮૪,૦૬,૪૬૧/-ની આવક થવા પામી છે. આ સાથે મહાપાલિકાની મુખ્ય કચેરી ખાતે પ્રોપર્ટી ટેક્સ સ્વીકારવાની કામગીરી સવારે ૧૦:૩૦થી સાંજે ૫:૦૦ કલાક સુધી ચાલુ છે, જ્યારે પાલિકા સંચાલિત કુલ ૧૧ કલસ્ટર ઓફિસમાં સવારે ૧૦:૩૦થી બપોરે ૧:૩૦ કલાક સુધી મિલકત વેરો સ્વીકારવામાં આવે છે. સાથે સાથે ટેક્સ શાખા દ્વારા ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ ટેક્સ કલેક્શન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ટેક્સ શાખા દ્વારા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં બાકી વેરો ધરાવતી મિલકતો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. હાલ સુધીમાં ૪૯ મિલકત આસામીઓ સામે વોરંટ બજવણી કરવામાં આવી છે અને આગામી સમયમાં જે મિલકતધારકો દ્વારા ટેક્સની ભરપાઈ કરવામાં નહીં આવે તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, તેવી ચેતવણી પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!