મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકો પર ફાયર એનઓસી વગરના કોમ્પલેક્ષ ધમધમી રહ્યાં છે. ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા આ તમામ કોમ્પલેક્ષ સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. ત્યારે આજે મોરબી મહાનગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા જેલ રોડ ઉપર આવેલા ગુરુકુપા કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમના અભાવે જેલ રોડ ઉપર આવેલા ગુરુકુપા કોમ્પ્લેક્સને ફાયર સેફ્ટી સિસ્ટમની પ્રથમ ત્રણ નોટિસ અને બાદમાં 22 ઓગસ્ટના રોજ સીલીંગ નોટિસ પણ આપવામાં આવી હતી. જેનો આજરોજ સમયગાળો પૂર્ણ થતા અને ફાયર સેફ્ટીની સિસ્ટમ કોમ્પ્લેક્સ દ્વારા વસાવવામાં આવી ન હતી. તેની કોઈપણ લેખિત રજૂઆત આપવામાં આવેલ ન હતી. તેથી આજરોજ મોરબી મહાનગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.