મોરબી તાલુકાના જોધપર નજીક બેઠા પુલ પરથી મોરબી નગરપાલિકાની કચરા કલેક્શન વાન કોઈ કારણસર નદીમાં ખાબકતા ચર્ચા જાગી હતી. આ અંગે જાણ થતા વાહનચાલકો અને સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા અને નદીમાં ખબકેલ વાહનને બહાર કાઢવા જબરી જહેમત આદરી હતી.મહામહેનતે કચરા કલેક્શન વાન બહાર કઢાયા બાદ અકસ્માતનું કારણોસર સ્પષ્ટ થયું ન હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કામમાં લાલીયાવાડી બદલ ડોર ટુ ડોર કચરા કલેશનનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાના વાહનો ટિકડેટિક સ્થિતિમાં પાલિકાના પરત કરવા કોન્ટ્રાક્ટરને સૂચના અપાઈ હતી. આથી વાહનોની સ્થિતિ સારી દેખાડવા માટે ખાનગી કંપની દ્વારા કોઝ વે માં કચરા ગાડી ને સર્વિસ કરવા લઈ જવાય હતી. જે દરમિયાન ગાડી પુલમાં ખાબકી હતી.આથી ઉપસ્થિતોમાં પણ કુતુહુલ સર્જાયું હતું અને ગાડી પાણીમાં ખાબકવા પાછળ કોઈ ‘ખાસ કારણ’ હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.