મોરબીમાં વધી રહેલા રખડતાં ઢોરના ત્રાસને લઈને મનપા દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં શહેરમાં વસતા માલધારીઓએ તેમના પશુનું રજિસ્ટ્રેશન ફરજિયાત પણે કરાવવાનું જણાવવામાં આવ્યું હતું. જેના પગલે મનપાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ગત 5 માસમાં 175 પશુમાલીકોના 1150 પશુનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા મે 2025 થી 09 સપ્ટેમ્બર 2025 સુધીમાં 175 પશુમાલીકોના 1150 પશુનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અને 152 પશુઓનું RFID અને Tagging કરવામાં આવ્યું છે. RFID અને Tagging કરવાનું બાકી રહેતા પશુમાલિકોને પોતાના પશુનું RFID અને Tagging કરવા મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે અને મોરબી મહાનગરપાલિકાના હદમાં આવતા પશુ માલિકોને પોતાનું પશુનું રજીસ્ટ્રેશન બાકી હોય તો પ્રાણી રંજાડ અંકુશ શાખાનો સંપર્ક કરી પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યું છે.