Friday, January 10, 2025
HomeGujaratમોરબી નગરપાલિકા ની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ : તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ...

મોરબી નગરપાલિકા ની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ : તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ : 13 વોર્ડની 52 બેઠકો ઓર જામશે જંગ

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે જેમાં જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મોરબી નગરપાલિકાનો સમાવેશ થાય છે ત્યારે મોરબી પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો આજે પ્રમાણ પત્ર મેળવ્યા હતા અને સાથે પ્રજાએ પણ વિકાસના કામો કરનાર પ્રતિનીધીને જ ચૂંટવા કમર કસી લીધી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે જેમાં મોરબીની નગરપાલિકાના 13 વોર્ડમાં 52 સીટો પર આગામી સમયમાં જંગ જામશે ત્યારે મોરબી નગરપાલિકા નો ઇતિહાસ જોવા જઈએ તો મોરબી નગરપાલિકાની સ્થાપના 1950માં સૌરાષ્ટ્ર સરકારમાં થઈ છે જેમાં બાદમાં 1960માં ગુજરાત સરકાર આવ્યા બાદ 1963 માં મોરબી નગરપાલિકા માં ચૂંટાયેલ બોડી અસ્તિત્વ માં આવી આ બાદ 2010 થી 2015 દરમિયાન સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર આવી હતી અને 2015 માં કોંગ્રેસને 32 સીટો મળી અને ભાજપને 20 સીટો સાથે કોંગ્રેસનું શાસન આવ્યું હતું પરંતુ એક વર્ષ ત્રણ મહિનામાં જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું અને ભાજપના ટેકાથી નાગરિક સમિતિ દ્વારા મોરબી નગરપાલિકાની સરકાર રચવામાં આવી હતી બાદમાં એ પણ ભંગાણ થઈને ફરી ભાજપની શાસન આવ્યું હતું જે એક વર્ષ ચાલ્યું હતું બાદમાં છેલ્લા અઢી વર્ષથી કોંગ્રેસ નું શાસન હતું જેમાં વચ્ચે પેટા ચૂંટણી થવાથી બન્ને પક્ષને 26 26 બેઠકો મળી હતી હાલ મોરબી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે.આ રીતે મોરબી નગરપાલિકામાં છેલ્લા પચીસ વર્ષમાં પાંચ વર્ષ કોંગ્રેસ, પાચ વર્ષ ભાજપ ,પાંચ વર્ષ ભાજપ એ રીતે અપ ડાઉન આવી રહ્યું છે ત્યારે આ વખતે પણ ચૂંટાયેલ પદાધિકારીઓને ધ્યાનમાં લઈને મતદાન કરશે જેમાં આ ચૂંટણીમાં નગરપાલિકાના 1થી 7 વોર્ડ અને 8 થી 13 વોર્ડ એમ બે આર ઓ નિમણુંક કરવામાં આવી છે જે મદદનીશ આર ઓ ની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જે આગામી તા. 8 ના રોજ ફોમ ઉમેદવાર જમા કરાવશે આખરી મતદાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે મોરબીમાં આચારસંહિતા અનુલક્ષીને તમામ એસોપી ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબીની પ્રજામાં પણ આ મોરબી નગરપાલિકા ની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે ત્યારે ભૂતકાળ ના કાઉન્સીલરો ના ઉદાહરણ આપી અને આજના કાઉન્સલરો ને ફક્ત પેટ ભરવા જ આવતા હોવાના આક્ષેપો કર્યા છે મોરબીનું હિત કરવા કોઈ આવતા ન હોવાના આક્ષેપ કરી શહેરમાં લેડીઝ શૌચાલય ન હોવાનું પણ જણાવ્યું હતું બાલ મંદિરો પણ બંધ હાલતમાં છે કોઈ જોવા સુધા પણ આવતા નથી કાઉસીલસરો રૂપિયા લઈને વહેંચાઈ પક્ષ પલટો કરી નાખે છે નહેરુ ગેટ અને ગાંધી ચોકમાં જ શૌચાલયની તાતી જરૂરિયાત છે ત્યારે એ ગ્રેડની ગણવામાં આવતી નગરપાલિકા માં કોઈ જ યોગ્ય સુવિધા નથી જેથી હવે ભાજપ કોંગ્રેસ સિવાય કોઈ નવા યુવા ચહેરાઓને જ ચૂંટવા જોઈએ જે વહેંચાઈ ના શકે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!