Saturday, March 7, 2026
HomeGujaratમોરબી મનપાની ફૂડ શાખા દ્વારા ૨૭ એકમોની સ્થળ તપાસ, ૧૬ વેપારીઓને નોટિસ

મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા ૨૭ એકમોની સ્થળ તપાસ, ૧૬ વેપારીઓને નોટિસ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ ૨૭ એકમોની તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતાં ૧૬ ખાદ્યપદાર્થના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી અને અખાદ્ય તથા વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરાયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ખાદ્યપદાર્થના વેપારીઓ સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિત કુલ ૨૭ એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા બાબતે ગંભીર બેદરકારી સામે આવતાં ૧૬ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. વાવડી રોડ પર આવેલ મોમાઈ ફાસ્ટફૂડમાંથી હાઈજીન જાળવવામાં બેદરકારી અને વધુ પડતો ફૂડ કલર મળતા ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ વાસી બટર પણ નાશ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી બાયપાસ રોડ પર આવેલી કૃષ્ણ કેમેલી હોટેલમાંથી પણ વધુ પડતો ફૂડ કલર તથા એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલા ખાદ્ય પદાર્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!