Friday, April 26, 2024
HomeGujarat૪૩ કેમિકલ પદાર્થના ધંધાર્થીઓને ફાયર સેફટી મામલે નોટિસ ફટકારતી મોરબી નગરપાલિકા

૪૩ કેમિકલ પદાર્થના ધંધાર્થીઓને ફાયર સેફટી મામલે નોટિસ ફટકારતી મોરબી નગરપાલિકા

અમદાવાદની કેમિકલ ફેકટરીમાં આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના તપાસના આદેશને પગલે મોરબી નગરપાલિકા હરકતમાં આવી

- Advertisement -
- Advertisement -

અમદાવાદમાં થોડા દિવસ પહેલા કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે કેમિકલ વસ્તુઓ વેંચતા ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતરવાની કડક સૂચના આપી હતી. જેના પગલે મોરબી નગરપાલિકાની ખાસ ટીમ દ્વારા શહેરમાં કેમિકલ પર્દાથનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ધંધાર્થીઓ સરકારના ધારા ધોરણ મુજબ લાયસન્સ ધરાવે છે કે નહીં કે ગેરકાયદે કેમિકલ પ્રદાર્થ વેચે છે, તે અંગેની સઘન તપાસ કરવામાં આવી હતી. મોરબીમાં આવા 43 ધંધાર્થીઓ છે. જેની પાસે ફાયરની સુવિધાઓ છે કે નહીં તે અંગે તપાસ કરીને આ અંગે બેદરકારી ખુલતા કેમિકલના ધંધાર્થીઓને ત્રણ દિવસમાં ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગે નોટિસ ફટકારી છે તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!