Wednesday, March 11, 2026
HomeGujaratમોરબી મનપાની જાહેર અપીલ: 31 માર્ચ સુધી શનિવાર-રવિવારે પણ મિલકત વેરો સ્વીકારાશે

મોરબી મનપાની જાહેર અપીલ: 31 માર્ચ સુધી શનિવાર-રવિવારે પણ મિલકત વેરો સ્વીકારાશે

ભરપાઈમાં બાકી રહેલા ટેક્સ પર ૧૮% વ્યાજ વસૂલાશે, બાકીદારો સામે વોરંટ અને સીલિંગ કાર્યવાહી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાએ મિલકત વેરાની વસૂલાત તેજ કરવા માટે ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી મુખ્ય કચેરી અને વિવિધ ક્લસ્ટર ઓફિસોમાં શનિવાર અને રવિવારે પણ ટેક્સ સ્વીકારવાની જાહેરાત કરી છે. બાકીદારો દ્વારા ટેક્સ ભરપાઈ નહીં કરવામાં આવે તો ૧૮ ટકા વ્યાજ સાથે વોરંટ, સીલિંગ તેમજ પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાશે.

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫-૨૬ના વિવિધ પ્રકારના બાકી ટેક્સની વસૂલાત માટે મિલકતવેરા શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જે મિલકતધારકો દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી તેમને વોરંટ બજવણી અને સીલિંગ જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી મુખ્ય કચેરી તેમજ વિવિધ ક્લસ્ટર ઓફિસોમાં દર શનિવાર અને રવિવારે પણ મિલકત વેરો સ્વીકારવામાં આવશે. જો મિલકતધારકો સમયસર ટેક્સ ભરપાઈ નહીં કરે તો બાકી રકમ પર ૧૮ ટકા વ્યાજ વસૂલવામાં આવશે. ઉપરાંત રહેણાંક મિલકતોમાં રૂ.૧૦ હજારથી વધુ મિલકતવેરો બાકી હોય અને ચુકવણી નહીં કરવામાં આવે તો તેવા મકાનોના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.

મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી તથા શહેરની વિવિધ ૧૧ ક્લસ્ટર ઓફિસોમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવે છે. ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ mmcgujarat.in તેમજ “Morbi Municipal Corporation” મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો સરળતાથી ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે મોરબી મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને સમયસર ટેક્સ ભરપાઈ કરી વધારાના વ્યાજ અને કાર્યવાહીથી બચવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!