30 ઓકટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાએ દેશભરને હચમચાવી મૂક્યો હતો. પુલના નવીનીકરણ બાદ ખુલ્લા મૂકાયાના ગણતરીના દિવસોમાં ગોઝારી ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસને લઇ અંતે મોરબી નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી છે,
મળતી માહિતી અનુસાર, આજે મોડી સાંજે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા અંગે સત્તવાર ઓર્ડર કરી દેવામાં આવ્યો છે અને હવે મોરબી પાલિકાનું બોડીનું વિસર્જન થઈ ગયું છે અને તમામ સત્તા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાસે રહેશે. ઝૂલતા પુલ દુર્ધટનામાં મોરબી નગરપાલિકાનુ બેજવાબદારી ભર્યું વલણ જોતા શહેરી વિકાસ દ્વારા સુપર સિડ જાહેર કરાઈ છે. જેમાં ૪૨ સભ્યો દ્વારા સુપર સિડ જેવા પગલાં લેવાના વિરોધમાં હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. ત્યારે મોરબી સહિત દેશભરમાં ચકચાર મચાવનાર ઝૂલતા પુલની દૂર્ઘટના બાદ એક તરફ લોકોની ઓરેવા ગ્રુપ પર રોષે ભરાયા હતા. તો બીજી તરફ પાલિકા દ્વારા પણ ગંભીર બેદરકારી દાખવી હોવાથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠી હતી. જેને લઇ આજે રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પાલિકામાં તાત્કાલિક બોર્ડ બોલવીને નગરપાલિકાને સુપરસીડ કરવાને લઇ પાલિકાનો ફાઇનલ જવાબ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે રાજ્ય સરકાર દ્વારા આકરું પગલું લઈ લેવામાં આવેલ છે અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે.