Thursday, September 19, 2024
HomeGujaratમોરબી પાલિકા-તંત્ર નિદ્રાધીન અવસ્થામાં:સતત બે વર્ષથી મકાનનો જર્જરિત ભાગ તોડી પાડવા લેખિત...

મોરબી પાલિકા-તંત્ર નિદ્રાધીન અવસ્થામાં:સતત બે વર્ષથી મકાનનો જર્જરિત ભાગ તોડી પાડવા લેખિત રજુઆત કરવા છતા સ્થિતિ ઠેરની ઠેર:જાનહાની થશે તો જવાબદારી કોની ?

મોરબી:કામ કરવાની આડોળાઈ, બેદરકારી કે પછી લોકોની જાન-માલની નુક્સાનીની રાહ જોવાતી હોય તે રીતે પાલિકાની નીતિ સામે મોરબીવાસીઓ લાચાર અને મજબૂર થઈ સતત લેખિત અરજીઓ કરી ઇનવર્ડ મેળવી ભયના ઓથે જીવન જીવવા મજબુર થયા છે. જેમાં મોરબીની નાની બજાર નજીક ત્રિકમરાયજી મંદિર સામે વર્ષો પહેલાના બાંધકામ મકાન હાલ જર્જરીત થઈ ગયું હોય જે જર્જરીત મકાનનો અમુક કાટમાળ અવાર નવાર નીચે પડતો હોય ત્યારે પડોશી દ્વારા મકાન માલીક કે જે યુ.કે રહેતા હોય તેમને અને આ જર્જરીત મકાનના વ્યવસ્થાપક રાજકોટવાળાને ટેલીફોનિક જાણ કર્યા છતાં કોઈ પગલાં ન લેવાતા વર્ષ ૨૦૨૨ થી નગરપાલિકામાં લેખિત અરજીઓ એક બે નહીં પાંચ અરજી કરવા છતાં પાલિકાના નીંભર-તંત્ર દ્વારા કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે ભવિષ્યમાં કોઈ જાનહાની કે માલહાની થાય તો જવાબદારી કોની રહેશે તે હવે આવનારા સમયમાં જોવું રહ્યું.

- Advertisement -
- Advertisement -

હાલ ગઈકાલ તા.૩૦/૦૮ ના રોજ ફરી જર્જરીત મકાનની બાજુમાં રહેતા તાહેરભાઈ આદમઅલી લકડાવાલાએ નિંદ્રાધીન પાલિકા તંત્રને ઢંઢોરવા પાંચમી વખત લેખિત રજુઆત કરી ઇનવર્ડ નંબર મેળવ્યા હતા. ત્યારે લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે વૉર્ડ નંબર ૯ નાનીબજાર મેઇન રોડ ત્રીકામરાઈ મંદિરની બાજુમાં અમારું રહેણાંક મકાન આવેલું છે. ત્યારે અમારા ઘરની બાજુમાં એક મકાન છે જે બહુજ જર્જરીત હાલતમાં થઇ ગયેલ છે અને હમણા થોડા સમય પહેલા આ જર્જરીત મકાનનો અમુક ભાગ પડીને અમારા ઘરના ગેટ પાસે જ પડેલ હતો અને એ ફોટો પણ આ અરજી સાથે મુકેલ છે તો આ જર્જરીત મકાનના માલિકને મોરબી નગરપાલિકા નોટિસ આપી અથવા પાલિકા દ્વારા આ મકાન પાડી આપે જેથી મોટી કોઈ જાનહાની ન થાય માટે વહેલી તકે આ કામગીરી હાથ ધરવા વિનંતી

વધુમાં આ જર્જરીત મકાન બાબતની સઘળી વિગતો ફોટોગ્રાફ સહિત ગત તા.૧૮/૦૭ ના રોજ ખાચર સાહેબને વોટ્સએપ મારફત મોકલી આપેલ હોય તેમ છતા હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી . આ જર્જરીત મકાનના માલીક જઇમીનભાઈ હાલ UK રહે છે MO. +44 7496962460 અને અહિયા આ મિલકતના વહીવટ કરતા રાજેન્દ્રભાઈ ત્રિવેદી રાજકોટ MO. 98240 41541 છે. આ ઉપરાંત અગાઉ પાંચ વખત પાલિકામાં લેખિત અરજી કરી ઇનવર્ડ નંબર મેળવ્યા હોય ત્યારે ફરી ગઈકાલ તા.૩૦ ઓગસ્ટના રોજ અરજી કરી છે તો આ બાબતે વહેલી તકે કોઈ નક્કર પગલા લેવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!