આ મૌન રેલીમાં જોડાઈ ગોઝારી દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધા-સુમન અર્પણ કરવા મોરબીવાસીઓને અપીલ
મોરબીમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ ડેમ તૂટ્યો હતો, જે જળ હોનારતમાં મોરબીવાસીઓએ હજારોની સંખ્યામાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, ત્યારે આ ગોઝારી દુર્ઘટનાને ૪૫ વર્ષ થયા પરંતુ હજુ લોકો આ જળ હોનારાતને ભૂલી શક્યા નથી ત્યારે દર વર્ષની જેમ વર્તમાન વર્ષે પણ મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ જળ હોનારત દિવસ નિમિતે એટલે કે આગામી ૧૧/૦૮ના રોજ નગરપાલિકાથી મણિમંદિર સ્મૃતિ-સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક પ્રેસયાદી જાહેર કરી મોરબી શહેરની જાહેર જનતાને જણાવવાયું કે આગામી ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ “મચ્છુ જળ હોનારત દિન” હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌનરેલી નીકળી મૃતાત્માઓના સ્મૃતિ-સ્તંભ મણીમંદિર ખાતે બપોરે ૦૩:૩૦ કલાકે પહોચશે અને ત્યા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજેલ છે. જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવશે. તો મોરબીની જાહેર જનતાને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે અપીલ કરાઈ છે.