Sunday, September 21, 2025
HomeGujaratમોરબી મહાપાલિકાની ડિજિટલ સેવા: ઘર બેઠા ઓનલાઈન ટેક્સ તથા ફરિયાદ નોંધાવાની સુવિધા...

મોરબી મહાપાલિકાની ડિજિટલ સેવા: ઘર બેઠા ઓનલાઈન ટેક્સ તથા ફરિયાદ નોંધાવાની સુવિધા શરૂ

મોરબી મહાપાલિકા દ્વારા નાગરિકોને સુવિધા મળે તે માટે વેબસાઈટ અને મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. હવે નાગરિકો ઘર બેઠા ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરવા, મિલકત સંબંધિત માહિતી મેળવવા તેમજ ફરિયાદ નોંધાવી શકશે. આ સાથે સમયસર ટેક્સ ભરનાર નાગરિકોને ૧૦% એડ્વાન્સ અને ઓનલાઈન ચુકવણી પર ૨% વધારાનો રિબેટ મળશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આધુનિક અને સરળ સેવાઓ આપવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. તાજેતરમાં વેબસાઈટ અને મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે જેના માધ્યમથી મોરબીના નાગરિકો હવે ઘર બેઠા જ પ્રોપર્ટી ટેક્સની માહિતી મેળવી શકે છે અને ઓનલાઈન ચુકવણી પણ કરી શકે છે. સાથે સાથે નાગરિકો પોતાની મિલકતની વિગતો જોઈ શકે છે તેમજ ઘરેથી જ વિવિધ પ્રકારની ફરિયાદો પણ નોંધાવી શકશે. તા.૨૧ જુલાઈ ૨૦૨૫ થી તા.૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન નાગરિકોએ ઓનલાઈન રૂ.૧,૦૧,૧૪,૮૭૬/- જેટલો પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે. જ્યારે ટેક્સ કલેક્શન સેન્ટર દ્વારા રૂ.૪,૩૬,૭૫,૪૭૦/- અને ક્લસ્ટર ઓફીસ દ્વારા રૂ.૬૭,૩૨,૬૪૭/- નો ટેક્સ વસુલવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિશેષમાં તા.૩૦ સપ્ટે.૨૦૨૫ સુધી ટેક્સ ભરનાર નાગરિકોને ચાલુ વર્ષના મિલકત વેરા પર ૧૦% એડ્વાન્સ રિબેટ તેમજ ઓનલાઈન ચુકવણી પર વધારાનો ૨% રિબેટ મળશે. આ પગલાથી નાગરિકોમાં ઓનલાઈન સેવા પ્રત્યે પ્રોત્સાહન વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં જણાવાયું છે કે અત્યાર સુધી મોબાઇલ એપ્લીકેશન દ્વારા કુલ ૧૧૬૭ ફરિયાદો નોંધાઈ છે જેમાંથી ૫૬૮ ફરિયાદોનો નિકાલ થઈ ચૂક્યો છે અને બાકીની ફરિયાદોનું નિરાકરણ પ્રક્રિયામાં છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વધુમાં વધુ આ ડિજિટલ સેવાઓનો લાભ લે તેવી અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!