મોરબી નગરપાલિકા ની આર્થિક પરિસ્થિતિ તો બગડી છે સાથે સાથે પ્રજાલક્ષી કામગીરી કરવા ની પરિસ્થિત પણ ભાજપ ના કારણે બગડી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
મોરબી નગરપાલિકા વોર્ડ નં ૩ માં આવેલ રામકૃષ્ણ નગર પાસે આશરે 25 થી 30 ફૂટ ભૂગર્ગ ગટર ની કુંડી ખુલી મૂકી પાલિકા ના માણસો જતા રહેતા અકસ્માત નો બનાવ બનવા ની સંભાવના વધી ગયેલ છે.
આજ આ વિસ્તાર માં તસવીર માં બતાતી ભૂગર્ભ ગટર ની કુંડી ખુલી હોવા થી નાની ગાય વાછરડું અદર પડી ગયેલ આમ આ જગ્યા એ કોય નાનું બાળક રમતા રમતા પડી ગયેલ હોય તો એ બાળક ની પરિસ્થિત શું થાય તેવી કલ્પના કરવા માત્રથી હૃદય કંપી ઉઠે છે વોર્ડ નંબર ૩ ઉપરાંત અને વિસ્તાર માં ભૂગર્ભ ગટર ની કુંડીઓ ખુલી છે આ ખીલી કુંડી લોકો ને મોત નુ આમંત્રણ આપે છે તેમાં કોય શંકા નથી અગાઉ પણ અરુણોદય નગરમાં ખુલી કુંડી માં એક વ્યક્તિ પડી જતા તેમનું મોત થયેલ હતું તો આ બાબત વઘુ પશુ કે માનવ નો આ ખુલી કુંડી ના કારણે ભોગ લેવાય તે પહેલાં ખુલી કુંડી ઉપર ઢાકણા મૂકવા માં આવે તેવી વિસ્તાર ની ટેક્ષ ભરતી પ્રજા ની માંગણી છે તેમ મોરબી જિલ્લા યુવક કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ની પ્રેસ યાદી જણાવે છે.