Friday, July 4, 2025
HomeGujaratમોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે, જે પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટેનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય દિવસ છે. યુનાઇટેડ નેશન્સ એનવાયરનમેન્ટ પ્રોગ્રામના નેતૃત્વ હેઠળ 1973થી શરૂ થયેલો આ દિવસ આજે 150થી વધુ દેશોમાં ઉજવાય છે. ત્યારે મોરબીની પર્યાવરણ દિવસ નિમિત્તે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

5 જૂન–પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વજેપર ખાતે આવેલી કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયો હતો. સંસ્થા દ્વારા વિવિધ જાતિના વૃક્ષો રોપવામાં આવ્યા અને પર્યાવરણ જાળવવા માટેના સંદેશો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોની પણ સક્રિય હાજરી રહી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!