Friday, April 19, 2024
HomeGujaratMorbiમોરબીના તમામ ડેમો સપાટીથી ઉપર : મચ્છુ ૦૨ ડેમમાંથી પાણી છોડતા નદી...

મોરબીના તમામ ડેમો સપાટીથી ઉપર : મચ્છુ ૦૨ ડેમમાંથી પાણી છોડતા નદી બે કાંઠે

મોરબીમાં ભારે વરસાદ ના લીધે,મચ્છુ ૦૨ ,મચ્છુ ૦૩ અને ટંકારા ડેમી ૦૩માં નવા નીર આવતા ગામને એલર્ટ કરાયાં છે જેમાં મચ્છુ ૦૨ ડેમમાં આવતા 26 ગામ મોરબીના અમરેલી ,ભડિયાદ, ગોરખીજડીયા, ગૂંગણ,જોધપુર,જુના સાદુરકા,લીલાપર,માન્સર,નારણકા, નવા સાદુરકા,રવાપર(નદી),ટીમડી વનાળિયા,વજેપરને એલર્ટ કરવામાં આવ્યા છે જયારે
માળીયા મિયાણાંના બહાદુર ગઢ દેસાળા,ફાટસર,હરિપર,નાગડવાસ,
મહેન્દ્રગઢ,મેંઘપર,નવાગામ,રાસંગપર
,સોખડા,વીર વદરકા, ફતેપર,અમરનગર ને એલર્ટ કરાયા હતા

- Advertisement -
- Advertisement -

મચ્છુ ૦૩ ડેમ હેઠળ આવતા 17 ગામ જેમાં મોરબીના ગોરખીજડીયા, વાનાળિયા, માનસર, રવાપરનદી,અમરનગર,નારણકા, ગૂંગણ, નાગડાવાસ,બહાદુરગઢ, સોખડા જ્યારે માળીયા મીયાણાં ના દેરાળા, મેઘપર નવાગામ,રાયસંગપર,વીર વદરકા,ફતેપર,હરિપરને એલર્ટ કરાયા હતા.

ટંકારાના ડેમી ૦૨ હેઠળ આવતા 10 ગામો ટંકારા તાલુકાના નસીતપર,ચાચાપર,ખાનપર,મોટા રામપર,નાના રામપર આમરણ,બેલા,ધૂળકોટ,કોયલી,જોડિયાના માવનું ગામને એલર્ટ કરી અને તમામ ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા લેખિત સૂચના આપી દેવામાં આવી છે સાથે જ
નીચાણવાળા વિસ્તારોને સાવચેત જગ્યાએ ખસી જવાની સૂચના આપી દેવામાં આવી છે.

હળવદના બ્રાહ્મણી ડેમ-2 પણ ઓવરફલો થયો છે ત્યારે ઓવરફ્લો થતાં 3 દરવાજા 2 ફુટ ખોલાતા
નિચાણવાળા 9 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે જેના લીધે
રાયસંગપુર,ધનાળા,મયુરનગર,ચાડધ્રા,સૂસવાવ,કેદારીયા,માનગઢ, ટીકરને એલર્ટ કરી અનેનદીના પટમાં અવરજવર નહીં કરવા સુચના આપવામાં આવી છે હળવદની જીવાદોરી સમાન ડેમમાં પાણીની આવક નોંધાઇ છે હાલ મોરબી જીલ્લાના તમામ દસ ડેમોમાં નવાં નીર આવતા તમામ ડેમ સપાટીથી ઉપર જોવા મળ્યા હતા ત્યારે આગામી વર્ષ તો સારું છે પરંતુ હાલ લોકો અને ખેડુતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!