મોરબી નગરપાલિકાએ પ્રજાને ઘૂંટણિયે લાવી દીધી હોય તેમ સામાજિક કાર્યકરે જાહેરમાં પાલિકાના કર્મચારીને પગે લાગીને સમસ્યાઓનો હલ કરવા માંગ કરી
મોરબીમાં સ્ટેશન રોડ પર આજે વેપારીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ચક્કાજામ કરી ને પાણી ભરેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ મોરબીના ધારાસભ્ય અને નગરપાલિકા વિરૂદ્ધ નારા પણ લગાવવામાં આવ્યા હતા સાથે જ તમામ વેપારીઓએ અને સામાજિક કાર્યકરો એ મળીને મોરબી નગરપાલિકા એ જઈને સૂત્રોચાર કર્યા હતા અને પાલિકાને કડવો લીમડો આપીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના અધિકારીને પગે લાગીને સમસ્યાઓનો હલ કરવા વીનંતી કરી હતી.
મોરબીના સામાજીક કાર્યકરો ને વેપારીઓ દ્વારા કરાયેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં આવેલ સ્ટેશન રોડ, સુપર ટોકીઝ વાળો રોડ તથા ચિત્રકુટ સીનેમા/કબ્રસ્તાન વાળો રોડ સંપુર્ણ નાશ પામેલ હોય તે તાત્કાલીક ધોરણે-હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણમાસ આવે છે. સાતમ-આઠમના તહેવારો આવતા હોય અને આ રોડ ઉપરથી શોભાયાત્રા નીકળતી હોય જેથી શોભાયાત્રા દરમ્યાન અનેક માનવ મહેરામણ હોય જેથી પડી જવાથી મૃત્યુ થવાનો પણ સંભવ બને જેથી વહેલી તકે આ અરજીને ધ્યાને લઈને નવો રોડ બનાવી આપવા માંગણી કરાઈ છે. મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છેલ્લા વિધાનસભાની ચુંટણી વખતે જાહેર સભામાં બોલેલ કે વેપારી પ્રજાને વચન આપેલ કે તમારા બધા કામો થઈ જશે હવે કાનાભાઈ ફરીથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ ચાર્જ સંભાળ્યા પછી આજે સારો એવો સમય વીતી ગયો અને હવે ટર્મ પણ પુરી થવાની તૈયારીઓ છે, તો પણ કાનાભાઈએ આપેલ વચન પુરા કરી શકેલ નથી. તેથી આમ જનતામાં રોષની લાગણી ફેલાયેલી છે. અને મોરબી માળીયા ધારાસભ્ય કાંતીભાઈને એવુ લાગે છે પ્રજા તરફ થી કે કાનાભાઈને મોરબીમાં રસ લાગતો નથી. મહાનગરપાલીકા ટુંક સમયમાં જ બની રહી છે. ત્યારે ફરીથી પાછા વચન આપશો કે કામ થઇ જશે ? આ અરજીને ધ્યાને લઈને કાનાભાઈ ધારાસભ્ય તાત્કાલીક રસ ધરાવી પ્રજાના અધુરા દામ પુર્ણ કરવા નમ્ર અરજ છે. એવી આમ જનતા પ્રજાજનોની માંગણી છે. માથે આવે છે ચોમાસુ તો આ અંગે કલેકટર તથા વહીવટદાર, ચીફ ઓફીસર વિગેરેને અનેક વખત અરજીઓ કરેલ છે. તેમ છતાં પણ આજદિન સુધી રોડ રસ્તાના કામો અધુરા જ છે પુરા કરવામાં આવેલ નથી અને ઉપરોકત બાબતમાં જણાવેલ તમામ રોડ-રસ્તા તાતકાલીક ધોરણે સારી કક્ષાના બનાવી આપવા માંગ કરાઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, રોડ રસ્તા ઉપર મસ મોટા ખાડાઓ પડી ગયેલ હોય જયાંથી ઘણાબધા લોકોની અવર જવર વાહનો સાથે થતી હોય અને આ ખાડામાં વરસાદના પાણી ભરાયેલ હોવાથી વાહન ખાડામાં જવાથી પડવાથી માણસને ગંભીર ઈજાઓ થાય છે. અને કયારેક મૃત્યુ થવાનો પણ ભય છે. જેથી તાત્કાલીક ધોરણે આ રોડ-રસ્તાઓ ફરીથી સારી કક્ષાના બનાવવા વિનંતી કરાઈ છે. અને તાત્કાલીક ધોરણે જે મોટા ખાડાઓ રોડ ઉપર પડેલા છે ત્યાં મોરમો/કપચી નાખીને બુરી આપવા જેથી અકસ્માત થવાની સંભાવના ઓછી રહે અને જો આવો કોઈ બનાવ બને અને કોઈ વ્યકિતને ગંભીર પ્રકારે ઇજા કે મૃત્યુ થાય તો આ તમામ પ્રકારેની જવાબદારી મોરબી નગરપાલીકા અને હાલના ચીફ ઓફીસર, વહીવટદાર અને ધારાસભ્યની રહેશે. જેની અચુક નોંઘ લેવા વિનંતી સામાજિક કાર્યકરોએ કરી છે. આ અરજીને ધ્યાનમાં લઈને તમામ વેપારીઓને સાથે રાખીને આંદોલનપણ કરાવનુ ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામા આવી છે.