ફૂલના નિશાન સાથે ઉમેદવારોની સભાસદોને અપીલ.
મોરબી નાગરિક સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી આગામી ૮ ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર છે. શનાળા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે. ફૂલના નિશાન સાથે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો દ્વારા સભાસદોને મતદાન કરી તેમની પેનલને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી છે.
મોરબી નાગરિક સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની મહત્વપૂર્ણ ચૂંટણી આગામી તા. ૮ ફેબ્રુઆરી, રવિવારના રોજ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાનાર છે. ચૂંટણીને લઈ બેંકના સભાસદોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણીમાં ફૂલના નિશાન સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ક્રમ નં-૫ દીપકભાઈ રમણીકભાઈ પોપટ (યુવા આગેવાન, લોહાણા સમાજ, રિદ્ધિ ફટાકડા સેન્ટર- મોરબી), ક્રમ નં-૭ પરેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા (મહેશ્વરી વાણીયા, સામાજિક આગેવાન- મોરબી), ક્રમ નં-૯ ભૂપતભાઈ પરમાનંદભાઈ રવેશીયા (પ્રમુખ, લોહાણા વિદ્યાર્થી ભવન- મોરબી), ક્રમ નં-૧૦ મનિષકુમાર પ્રાગજીભાઈ ઓગણજા (પટેલ સમાજ યુવા આગેવાન- મોરબી), ક્રમ નં-૧૧ સંજયભાઈ રમણીકભાઈ ધોળકીયા (યુવા આગેવાન, બ્રહ્મ સમાજ, શિવમ ડેવલોપર્સ- મોરબી / સંજયભાઈ સિક્યોરિટીવાળા) તથા ક્રમ નં-૧૨ હિમાંશુ ભૂપતભાઈ રવેશીયા (યુવા આગેવાન, લોહાણા સમાજ- મોરબી)નો સમાવેશ થાય છે.
ઉપરોક્ત તમામ ઉમેદવારો ફૂલના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારો દ્વારા સભાસદોને વચન આપવામાં આવ્યું છે કે જો તેમની પેનલ વિજેતા બનશે તો બેંકનું તમામ કામકાજ સંપૂર્ણ પારદર્શક રીતે તેમજ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે ચલાવવામાં આવશે. ઉપરાંત, સભાસદોને પડતી દરેક મુશ્કેલીમાં હંમેશા મદદરૂપ થવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. બેંકની બીજી નવી શાખા શરૂ કરવા માટે પણ પ્રયત્નો કરવામાં આવશે તેમ ઉમેદવારો દ્વારા જણાવાયું છે. આ ચૂંટણીમાં એક સભાસદ કુલ ૬ મત આપી શકશે. ત્યારે મોરબી નાગરિક સહકારી બેંકના તમામ સભાસદોને ફૂલના નિશાન પર મત આપી ઉમેદવારોને વિજયી બનાવવા ઉમેદવારો દ્વારા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.









