Sunday, December 22, 2024
HomeNewsMorbiમોરબી નગરપાલિકાનુ જનરલ બોર્ડ યોજાયું : વિકાસ કામો માટે વર્ષ ૨૦૨૦- ૨૧...

મોરબી નગરપાલિકાનુ જનરલ બોર્ડ યોજાયું : વિકાસ કામો માટે વર્ષ ૨૦૨૦- ૨૧ માટે ૭૭ કરોડ ૮૪ લાખ રૂપિયા સાથેનું બજેટ છ એજન્ડાને મંજુરી આપવામાં આવી

મોરબી ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ની હાજરીમાં જનરલ બોર્ડ યોજાયું : છ એજન્ડાઓને મંજુર કરવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

મોરબીના ૨૭ ઓગષ્ટના રોજ જનરલ બોર્ડ યોજાયું હતું પરંતુ વિકાસના કામોમાં આ બોર્ડ નિષ્ફળ ગયું હતું ત્યારે આજે ફરી 14 સપ્ટેમ્બરના રોજ પાલિકા દ્વારા જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત જનરલ બોર્ડમાં લેવામાં આવેલ પ્રોસીડીગ કાયમી કરવાનું હતું જેમાં ઠરાવ નમ્બર ૧૭ નો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં શકત શનાળા ,રવાપર સહિતના ગામોને મવડા બહાર કાઢવામાં આવ્યા હતા જેના લીધે ભુ માફિયાઓ અને બિલ્ડરોએ અમરેલી ગ્રામસભા ભરી અને ઠરાવ કરાવડાવ્યો હતો અને અમુક શહેરના સર્વે નમ્બર લાઈટ પાણી મેળવે છે એવું જણાવી મોરબીમાં ભેળવવા માટે મંજુર કરવામાં આવ્યો હતો જેને મોરબીમાં ન ભેળવવા વિરોધ કરાયો હતો અને મંજુર ન કરવા પર વિરોધ કરતાં એને બાદ કરી અન્ય મુદાઓ પર ચર્ચા કરવામાં આવ્યું હતું ત્યારે આગળના મુદાઓમાં રીબાસડ બજેટ રજૂ કરવાનું શરૂ કરાયું હતું ત્યારે સંપૂર્ણ માહિતી આપવા ભાજપના કાઉન્સીલર જયરાજસિંહ જાડેજાએ માંગ કરી હતી એ ઉપરાંત અનિલભાઈ મહેતા દ્વારા કોંગ્રેસ ગટર સહિતના વિકાસના કામોમાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે તેવા આક્ષેપો કરી ૨૦૨૦ – ૨૧ વર્ષનું બજેટ વિકાસની ગતિને ભ્રષ્ટાચાર ને પોષનાર ગણાવ્યું હતું જેમાં ૯૧ લાખનો ખર્ચ કરવા છતાં અંધારપટ છે તો માર્કેટ ,જીમ, પાર્કિગ,ઝુલતા પુલને ક્યાંય વિકાસમાં લેવામાં આવ્યા નથી આકડાના ઇન્દ્રજાળ સમાન આકડાઓ રજૂ કરવામાં આવે છે ૬૧૧ લાખનો ખર્ચ કરવા છતાં ઉનાળામાં ઘણા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા જ નથીજેના લીધે મહિલાઓ પાલિકાએ પણ ધસી આવ્યાના દાખલા છે ,ગટરો ૯૧૨ લાખનો ખર્ચ કરવા છતાં આ બજેટ પાયાવિહોણું અને વાસ્તવિકતાથી દૂર છે.

જો કે નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યા અનુસાર આ વર્ષના બજેટમાં રોડ સ્ટ્રોંગ વોટર ડેમેજ,નંદકુવરબા ધર્મશાળાને રીનોવેશન, બાગ બગીચાઓ ફ્લાય ઓવર બ્રિજ,બનવવા દરખાસ્ત કરવાની કાવાયત હાથ ધરી છે જેમાં અમૃત યોજના હેઠળ સ્ટ્રોંગ વોટર ડેમેજ યોજના પણ શરૂ કરવામાં આવ્યું છે તો ફૂટપાથ પર સાયકલ ટ્રેક બનાવવા પણ કવાયત હાથ ધરવામાં આવી છે.ત્યારે આગામી વર્ષ 2020 21ના બજેટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિ.ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા રજૂ થયેલ સ્ટ્રીટ વેન્ડર પ્લાન વાંચણે લઈ મંજુર કરવામાં આવ્યું હતું તો લીલાપર રોડ સ્મશાન પાસે નાલું પહોળું કરવા,સીટી મામલતદાર ઓફિસથી નવલખી પોર્ટ તરફનો સીસીરોડ મંજુર કરવા એ ઉપરાંત અન્ય શહેરના વિસ્તારમાં પેવર બ્લોક નાખવા સહિતના કામો મંજુર થયા હતા ત્યારે આગમી વર્ષ 2020 21 નું બજેટ મોરબી વાસીઓ માટે વિકાસ લઈને આવશે તેવો આશાવાદ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ વ્યક્ત કર્યો છે હવે આગામી સમયજ બતાવશે કે આ બજેટ મોરબી ના વિકાસ માટે કેટલું મહત્વનુ અને અગત્યનું છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!