મોરબી નજીક મચ્છુ 2 ડેમમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું.માછીમારી કરતી વખતે યુવક ડૂબી ગયા બાદ ફાયર બ્રિગ્રેડની ટીમે યુવકની લાશ બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી અને આ બનાવની તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મચ્છુ 2 ડેમના બે દરવાજા ખુલ્લા છે તે જગ્યાએ પાંજ નજીક આજે તૌલસિંગ મહેસિંગ ઉ.વ.45 ડૂબી ગયા હતો. પ્રાથમિક વિગતો અનુસાર મચ્છુ ડેમની પાંજમાં માછીમારી કરતી વખતે યુવકનો પગ લપસી જતા પાણીમાં ગરક થઈ ગયો હતો.આ બનાવની જાણ થતાં થતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ અને મોરબી ફાયરની ટિમ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બીગ્રેડની ટીમે મચ્છુ ડેમમાં ડૂબેલા યુવાનનો મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.