Friday, December 27, 2024
HomeGujaratમોરબી: આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ નેશનલ સાયન્સ...

મોરબી: આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ નેશનલ સાયન્સ સેમિનાર યોજાયું

મોરબી:ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર)ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા નેશનલ સાયન્સ સેમીનાર ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાકક્ષાએ શ્રી નાલંદા વિદ્યાલય વિરપર મોરબીનાં બે પ્રોજેક્ટ્સ જીલ્લાકક્ષાએ વિજેતા થયા હતા.

- Advertisement -
- Advertisement -

વધુમાં આ વિજેતાઓ રાજ્ય કક્ષાએ ગઈકાલ તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૪ નેશનલ સાયન્સ સેમીનાર:૨૦૨૪-૨૫ સાયન્સ સીટી અમદાવાદ ભાગ લેવા ગયા હતા, ત્યારે નેશનલ સાયન્સ સેમીનારમાં માકાસણા આયુષી જીતેન્દ્રભાઈ ધોરણ-૧૦ શ્રી નાલંદા વિદ્યાલય વિરપર મોરબી સમગ્ર ગુજરાત રાજ્યમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેથી તેણીએ શ્રી નાલંદા વિદ્યાલય ઉપરાંત માર્ગદર્શક શિક્ષકો તેમજ મોરબી જીલ્લાનું નામ રોશન કરેલ છે.

આ સિધ્ધિ હાંસલ કરવા બદલ જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, ઈ.આઈ.આંબરીયા તથા “આર્યભટ્ટ ‘લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી દિપેનભાઈ ભટ્ટ તથા એલ.એમ.ભટ્ટ તરફથી હાર્દિક શુભેચ્છાઓ સહ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!