મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કૅમ્પસને ગોકુળની જેમ સજાવવામાં આવ્યું છે. તેમજ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી
જયનાદ સાથે જન્માષ્ટમી પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. બાલવાટિકાથી કૉલેજ સુધીનાં બાળકોએ શ્રીક્રુષ્ણ, બલરામ અને રાધાના વેશમાં આકર્ષણ જમાવ્યું હતું. અને સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ગોકળીયું ગામ બની ગયું હતું.
મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના નાદ સાથે ગોકળિયું ગામ બની ગયું હતું. બાલવાટિકાથી કૉલેજ સુધીનાં બાળકોએ શ્રીક્રુષ્ણ, બલરામ અને રાધાના વેશમાં આકર્ષણ જમાવ્યું હતું. બાલગોપાલને ટોપલામાં મૂકી વસુદેવ સાથે બધાં શોભાયાત્રામાં જોડાયાં હતાં.
ત્યાર બાદ મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી જેમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃંદાવનની યાદ અપાવે તેવા સુંદર રાસ રજૂ કરવામાં આવ્યા હતા.
બાળ કૃષણ સાથે જોડાયેલ ગોપુરમ- કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા તેવી જ રીતે કે.જી.થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતાં. કૃષ્ણને પ્રિય એવી ગાય અને વાછરડાનું પૂજન પણ આજના દિવસે કરાયું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ સુંદર કાર્યક્રમ બદલ દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.