મોરબીના નવયુગ વિદ્યાલયમાં વેલેન્ટાઇન ડેના બદલે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો ‘માતૃ-પિતૃ પૂજન પર્વ ઉજવાયો હતો. ધોરણ ૪ થી ૮ ના વિદ્યાર્થીઓએ માતા-પિતા, દાદા-દાદી અને ગુરુજનો સાથે આ પર્વમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ઉજવણીના ભાગરૂપે યોગ વેદાંત સમિતિ, સુરેન્દ્રનગર વિદ્વાન વક્તા દેવિકાબેન દ્વારા માતા-પિતાના મહાત્મ્ય અને આધ્યાત્મિક પ્રસંગોની માહિતી આપતા હાજર તમામ ભાવવિભોર બની ગયા હતા.
મોરબી: ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતોને જીવંત રાખતા નવયુગ વિદ્યાલયે ૧૩ ફેબ્રુઆરી, ગુરુવારના રોજ એક અનોખી ઉજવણી કરી હતી. આમ તો આજના યુવા પેઢી વેલેન્ટાઇન ડેના ઉજવણીમાં વ્યસ્ત રહે છે, પરંતુ નવયુગ વિદ્યાલયે માતૃ-પિતૃ પૂજન પર્વ ઉજવી સનાતન સંસ્કૃતિની જાળવણી કરી હતી. આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા સનાતન ધર્મરૂપી વેદના અમોક વાક્યોને, ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’ને સાર્થક કરનારું પર્વ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ હેતુ ધોરણ-ચાર થી આઠના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા અને દાદા-દાદી તેમજ ગુરુજન સાથે આ દિવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા.
ત્યારે આ ભવ્ય માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમમાં યોગ વેદાંત સમિતીના સુરેન્દ્રનગરથી વિદ્વાન વક્તા દેવિકાબેન વિશેષ ઉપસ્થિત રહી તેમણે માતા-પિતાને લગતી રહસ્યમય તેમજ કાર્તિકેય અને ગણેશજીને લગતી આધ્યાત્મિક વાતો કરી વિદ્યાર્થીઓ અને માતા પિતાને ભાવવિભોર બનાવી દીધા હતા, આ ઉપરાંત વિદ્યાર્થીઓ માતા-પિતાનું મહાત્મ્ય સમજી અને જીવનમાં પ્રેરણાદાયક વચનોથી બંધાઈને આ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી અને આવનારી પેઢીને એક નવો ચિતાર આપ્યો હતો.