Wednesday, May 14, 2025
HomeGujaratમોરબી નવયુગ કરીઅર એકેડેમી દ્વારા નિઃશુલ્ક GCAS ફોર્મ ભરી અપાશે

મોરબી નવયુગ કરીઅર એકેડેમી દ્વારા નિઃશુલ્ક GCAS ફોર્મ ભરી અપાશે

ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે મોરબી રવાપર રોડ ખાતે નિઃશુલ્ક GCAS રજીસ્ટ્રેશન કરાવી આપવામાં આવશે. જો હજી કોઈ વિદ્યાર્થીને GCASનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોઈ તો નવયુગ કરિયર એકેડમી મોરબી સિટી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેના માટે સોમવારથી શનિવાર સુધી મુલાકાત લઈ શકાશે.

- Advertisement -
- Advertisement -

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી અને એમની સાથે સંલગ્ન તમામ કોલેજોના અન્ડર ગ્રેજ્યુએટ કોર્ષ BBA, BCA, B.Com, B.Sc, વગેરેમાં એડમિશન મેળવવા માટે GCAS પોર્ટલ પર Full રજીસ્ટ્રેશન (Registration & Verification Round-1) શરુ થઈ ગયું છે. GCAS Portal પર વિદ્યાર્થીઓનું Full Registration તારીખ 14/05/2025 થી 18/05/2025 સુધી કરી દેવામાં કરવામા આવશે. ત્યારે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે મોરબી રવાપર રોડ ખાતે નિઃશુલ્ક GCAS રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. જો હજી કોઈ વિદ્યાર્થીને GCASનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોઈ તો નવયુગ કરિયર એકેડમી મોરબી સિટી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે Free રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં માટે જરૂરી ધોરણ 12નું માર્કશીટ( ઑનલાઇન પ્રિન્ટ), ધોરણ 10 નું માર્કશીટ, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, વિદ્યાર્થીની સહીનો નમુનો, જાતિનો દાખલો (લાગુ પડે તો) સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત સાથે રાખવાનું જણાવ્યું છે. તેમજ ફોર્મ ભરવા માટે નવયુગ કરીઅર એકેડમી ઓમ શાંતિ કોમ્પ્લેક્સ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ મોરબી ખાતે સોમવારથી શનિવાર સુધી સવારે ૮ થી ૧ અને બપોરે ૨ થી ૬ વાગ્યા સુધી ફોર્મ ભરી આપવામાં આવશે. જેની વધુ માહિતી માટે મોબાઇલ નં. 9727247472 પર સંપર્ક કરવા જણાવ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!