Tuesday, May 20, 2025
HomeGujaratમોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના સુપ્રીમો એ નવયુગ ગ્રુપના વર્ગ ૪ના...

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના સુપ્રીમો એ નવયુગ ગ્રુપના વર્ગ ૪ના કર્મચારીઓને નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસ કરાવ્યો

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના સુપ્રીમો પી. ડી. કાંજીયા દ્વારા પોતાના કર્મચારીઓને પોતાના પરિવારના સભ્યો ગણી દરેક જરૂરિયાત પૂર્ણ કરે છે. ત્યારે કાંજીયા સાહેબ દ્વારા વર્ગ ૪ ના ૮૫ કર્મચારીઓને નિઃશુલ્ક યાત્રા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં ઓમકારેશ્વર, ઉજ્જૈન, ચિત્રકૂટ, પ્રયાગરાજ, છપૈયા, અયોધ્યા, કાશી, ગોકુળ, મથુરા, વ્રુંદાવન, અંબાજી, પુષ્કર સહિતના ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી હતી

- Advertisement -
- Advertisement -

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કુલ ૩૪૫ કર્મચારી છે જેમાંથી શિક્ષકો, ક્લાર્ક, પ્રિન્સિપાલ સહિતનો સ્ટાફ અવાર નવાર પ્રવાસે જતો હોય છે. જ્યારે વર્ગ ચારના કર્મચારી જેમ કે સ્ટૉર કિપર, રસોડા વિભાગ, સિક્યુરિટી, સફાઈ કામદાર, પટાવાળા બહેનો, ડ્રાઇવર ભાઈઓ, વગેરે કર્મચારીઓને કોઈ ક્ષણિક પ્રવાસમાં લાભ ન મળે બીજું કે આ યાત્રા ખર્ચાળ હોવાથી નાના વર્ગના લોકોને પોસાય તેમ પણ ન હોય. ત્યારે કાંજીયા સાહેબ તરફથી ૮૫ જેટલા વર્ગ-૪ ના કર્મચારીને નિઃશુલ્ક યાત્રા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં ઓમકારેશ્વર, ઉજ્જૈન, ચિત્રકૂટ, પ્રયાગરાજ, છપૈયા, અયોધ્યા, કાશી, ગોકુળ- મથુરા વૃંદાવન, અંબાજી અને પુસ્કર જેવા સ્થળોએ યાત્રા કરાવવામાં આવી હતી.

નવયુગના સુપ્રીમો કાંજીયા સાહેબનું માનવું છે કે કર્મચારીએ આપણા હાથ-પગ છે અને દરેક કર્મચારી પરિવારનો સભ્ય છે. ત્યારે સ્ટાફ માટે જે કંઈ પણ કરીએ તે કોઈ ઉપકાર નથી એ ફરજ છે. સમાજ સોસાયટીમાં લાખોનું દાન આપતા હોય ત્યારે સૌ પહેલા તમારા પરિવાર અને કર્મચારી ગણને બધી જરૂરિયાત પૂરી પાડવી જોઈએ. તેથી પી. ડી. કાંજીયા સર તરફથી નવયુગના તમામ સ્ટાફને વર્ષમાં એક વાર દિવાળીએ બોનસ, મીઠાઈ, ગિફ્ટ, વાર તહેવારે અનાજ કીટ વગેરે સ્ટાફને આપવામાં (અર્પણ) કરવામાં આવે છે. તેમજ તમામ કર્મચારીને વર્ષમાં બે થી ત્રણ વાર પ્રેરણાદાયક મુવી અને ચાર થી પાંચ વાર ભોજન પિકનિકની પાર્ટી આપવામાં આવે છે. વર્ષમાં ચારથી પાંચ વખત યુનિફોર્મ, કપડા, સાડી, અનાજ કીટ આપે છે. તે સિવાય સ્ટાફના પરિવારની કોઈ પણ મુશ્કેલીમાં કાંઈ પણ જરૂરિયાત હોય તે પૂરી કરી સાથે ઉભું રહેવું, કોઈ પણ કર્મચારીને 50,000 થી માંડીને ત્રણ લાખ સુધી લોન અપાવવા સહિતની અનેક કામગીરી કરે છે. તેમજ મેગા સેમિનાર દ્વારા સ્ટાફને તેમના જીવનના ઉત્કર્ષ માટે જ્ઞાન મળી રહે તેવું આયોજન તેમજ દૂર ગામડાના કર્મચારી હોય તો રહેવા જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક કરી આપે છે. આમ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના સુપ્રીમો કાંજીયા સાહેબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!