Wednesday, April 1, 2026
HomeGujaratમોરબી: કારમાંથી હવા કાઢવાના આક્ષેપ સાથે પાડોશી પરિવાર ઉપર હુમલો, ૬ વિરુદ્ધ...

મોરબી: કારમાંથી હવા કાઢવાના આક્ષેપ સાથે પાડોશી પરિવાર ઉપર હુમલો, ૬ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીના રણછોડનગર વિસ્તારમાં કારના ટાયરમાં હવા કાઢી નાખવાના આક્ષેપ સાથે પાડોશી પરિવાર ઉપર ત્રણ મહિલા સહિત છ લોકોએ હુમલો કર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. હુમલાના બનાવમાં મહિલા સહીત પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. હાલ બી ડિવિઝન પોલીસે ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રણછોડનગર પાણીના ટાંકા પાસે રહેતા અલ્કાબેન કેશુભાઈ થરેચા ઉવ.૪૨ વાળાએ બી ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી (૧)સનીભાઈ નવીનભાઈ મારવણીયા, (૨)શીલ્પાબેન વાઓફ સનીભાઈ મારવણીયા, (૩)સાવનભાઈ નવીનભાઈ મારવણીયા, (૪)સનીભાઇના સસરા અરજણભાઇ, (૫)સનીભાઈના સાસુ જયોત્સનાબેન તથા (૬)સનીભાઈની સાળી બધા રહે. રણછોડનગર પાણીના ટાકાની બાજુમાં મોરબી વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, તા. ૩૦ માર્ચના બપોરે તેઓ પરિવાર સાથે છત્રી રીપેરીંગનું કામ કરતા હતા ત્યારે પાડોશી આરોપી સનીભાઈ મારવણીયાએ પોતાની ફોરવ્હીલ ગાડીના ટાયરમાં હવા કેમ કાઢી નાખી તેવો આક્ષેપ કરી બોલાચાલી શરૂ કરી આરોપી સનીભાઈએ છત્રીના પાઈપ વડે ફરિયાદી અને તેમના દીકરાને માથામાં ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેની પત્ની શીલ્પાબેન અને ભાઈ સાવનભાઈએ પણ ફરિયાદી તથા તેમના બીજા દીકરાને માર માર્યો હતો. થોડા સમય પછી સનીભાઈના સસરા અરજણભાઈ, સાસુ જયોત્સનાબેન અને સાળી પણ સ્થળ પર આવી ફરિયાદી તથા તેમના પતિને માર મારી મૂંઢ ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે ભારતીય ન્યાય સહીતાની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!