મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું. 14 દિવસની એન્ટીબાયોટિક સારવાર બાદ બાળકની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો. બાળક માતાનું ધાવણ લેતા શીખ્યું અને વજન વધ્યું. કુલ 22 દિવસની સફળ સારવાર બાદ બાળકને આયુષ હોસ્પિટલમાંથી સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી.









