મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના મહેન્દ્રડ્રાઇવ રોડ (ગોલા બજાર નજીક) વિસ્તારમાં આવેલા અશોકાલયના ઢાળ પાસે રહેતા ચિરાગ મેરામભાઈ મકવાણા(ઉ.વ.૩૦) નામના યુવાનને ત્યાં સગાઈનો પ્રસંગ હોય ત્યાં બહારથી લોકો આવ્યા હતા અને પ્રસંગમાં આવેલા લોકો મોડીરાત્રીના જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ વી.જી.જેઠવાને મળી હતી જેથી કરીને ડી-સ્ટાફના માણસોએ મોડી રાતે ત્રણ વાગ્યે દરોડો કરતા ચિરાગ મેરામ મકવાણા (ઉ.વ.૩૦, રહે.અશોકાલયના ઢાળ પાસે) , કલ્પેશ મુળજી કંજારીયા (ઉ.વ.૩૩, રહે.આરાધના સોસાયટી જીઆઇડીસી પાસે) , ઇકબાલ અલ્લારખા ઢેબા (ઉ.વ.૪૦, રહે.કાલીકા પ્લોટ હુશૈની ચોક) , મૌલિક મેરામ મકવાણા (ઉ.વ.૨૮, રહે.અશોકાલયના ઢાળ પાસે) , કલ્પેશ કનૈયાલાલ ચાવડા (ઉ.વ.૩૬, રહે.સોનીવાડ હળવદ) , પ્રમિત મેરામ મકવાણા (ઉ.વ.૨૬,રહે.અશોકાલયના ઢાળ પાસે) , અમિત અરવિંદ સોલંકી (ઉ.વ.૩૨,રહે.જીનપરા વાંકાનેર), અમીતસિંહ જીતુભા સોલંકી (ઉ.વ.૩૫,રહે.જનકપુરી સોસાયટી મોરબી) અને હર્ષ મનસુખ રાઠી (ઉ.વ.૨૧, રહે.મહેન્દ્રપરા મોરબી) વાળાઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને ઉપરોક્ત નવેયની મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં રોકડા રૂપિયા ૬૮,૪૫૦/- સાથે ધરપકડ કરીને તેમના વિરુદ્ધ જુગારધારા કલમ ૪ અને ૫ હેઠળ ગુનો દાખલ કરાયો હતો જોકે તેઓને લોકઅપમાં રાખવાના બદલે તેઓને રાતે જ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.