મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર નવી બનતી બિલ્ડિંગમાં મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક પરિવારની ૧.૫ વર્ષની બાળકી સોનાક્ષીબેન રાજુભાઇ ટીટીયાભાઇ પારગી રમતા રમતા પ્રથમ માળની સીડી પરથી ગબડીને નીચે પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે માસુમ બાળકીને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવારમાં માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ બાબતે સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.