કોલસો ઓરડી ઉપર પડતા ઓરડીમાં સુતેલ દોઢ વર્ષીય બાળકી કોલસાના ઢગલામાં દટાઈ ગયી
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કોલસાના કારખાનામાં અત્યંત કરૂણ બનેલ બનાવમાં કોલસાના ઢગલા નીચે દટાઈ ગયેલ દોઢ વર્ષીય બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો અનુસાર મોરબી ટીંબડી પાટીયા ઓસીસ સિરામીક પાસે આવેલ દાદા કોલ એલ.એલ.પી. નામના કોલસાના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ચૈનસિંહ બદીયા પરમારની પુત્રી યોગીતા ઉવ.દોઢ વર્ષ ગઈકાલે કારખાનામાં આવેલ ઓરડીમાં સૂતી હોય તે વખતે ઓરડીની બાજુમાં કોલસાનો ઢગલો કરેલ હોય જે કોલસાના ઢગલા આડે મારેલ પાટેસનનું પતરુ તુટી જતા કોલસો ઓરડી ઉપર પડતા ઓરડીનું સિમેન્ટનું પતરુ તુટી ઓરડીમાં પડતા મરણ જનાર દોઢ વર્ષીય માસુમ બાળકી કોલસામાં દટાઈ જતા ગુગળાઈ જઈ તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી છે.