મોરબી શહેરના પચીસ વારીયા નજીક આવેલ કેનાલ પાસેથી એ ડિવિઝન પોલીસ ટીમે શંકાસ્પદ હાલતમાં બાચકું લઈને જતા એક શખ્સને રોકી, બાચકાની તલાસી લેતા, તેમાંથી ૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કિ.રૂ.૧૦ હજાર મળી આવ્યો હતો, જેથી તુરંત આરોપી મુનાભાઇ બાવાભાઇ પરમાર ઉવ.૨૦ રહે.મોરબી દલવાડી સર્કલ ૨૫ વારીયાપ્લોટ પાસે ઝુપડામાં વાળાની અટક કરવામાં આવી હતી, જ્યારે દેશી દારૂ આરોપી અર્જુનભાઈ હેમાભાઈ પરમાર રહે.મોરબી દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા ઝુપડપટ્ટી વાળા પાસે લઈ આવ્યો હોવાની કબુલાત આપી હતી, જેથી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.