મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામના બેઠા પુલ નજીક વોકળા પાસે બાવળની કાંટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા એક ઇસમ પાસે પહોચતા, જ્યાં ૧૫ નંગ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો આશરે ૩૦૦ લીટર કિ.રૂ.૭,૫૦૦/- મળી આવ્યો હતો. જેથી આરોપી ધીરુભાઈ છગનભાઇ વીંઝવાડીયા ઉવ.૪૯ રહે. જુના જાંબુડીયા તા.જી.મોરબી વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









